How to solve Phone Heating problem in Gujarati ?
આજના સમયમા મોબાઈલ ફોન સૌથી વધારે ઉપયોગમાં લેવાતું એક સાધન છે અને અત્યારે મોબાઈલની માંગ દિવસે-દિવસે વધતી જાય છે. હવે એવામા ઘણા યૂઝર્સ કે જે મોબાઈલનો ઉપયોગ કરે છે તેમનાં મોબાઈલ થોડાક સમય પછી ગરમ (Phone heating) થવા લાગે છે તો એવા સમયે તેમને એ ખબર નથી હોતી કે તમારો મોબાઈલ ગરમ કેમ થાય છે.
હવે જ્યારે તમારો મોબાઈલ ગરમ થાય છે ત્યારે તમે એવું વિચારો છો કે આપણા મોબાઈલમાં કંઈક પ્રોબ્લેમ છે એટલે ગરમ થાય છે તો આજની પોસ્ટમાં તમને મોબાઈલ કેમ ગરમ થાય છે , મોબાઈલ ગરમ થવાનું કારણ શું છે. અને મોબાઈલ ગરમ થાય ત્યારે શું કરવું જોઈએ તેના વિશે જાણકારી આપીશું. તો ચાલો ! સૌથી પહેલા એ જાણી લઈએ કે મોબાઈલ ગરમ (Phone heating problem) થવાનું કારણ શું છે.
મોબાઈલ ગરમ (Phone heating problem) થવાના કારણો :
દુનિયામા એવુ કોઈ ઈલેક્ટ્રોનિક સાધન નથી કે જે ગરમ નથી થતું. બધા ઈલેક્ટ્રોનિક સાધનો ગરમ થાય જ છે. જેમ કે ટી.વી , પંખો , ફ્રિજ વગેરે આમ બધા ઈલેક્ટ્રોનિક સાધનો જરુર ગરમ થાય છે તો સ્વાભાવિક છે કે મોબાઈલ પણ એક ઈલેક્ટ્રોનિક સાધન છે એટલે ગરમ તો થવાનો જ તો જાણીએ મોબાઈલ ગરમ થવાના કારણો.
1 ઈન્ટરનેટ : મોબાઈલ ગરમ થવાનું સૌથી પહેલું કારણ છે ઈન્ટરનેટ જેનો તમે મોબાઈલમાં ઉપયોગ કરો છો જો તમે એવા નેટવર્કનો ઉપયોગ કરો છો કે જે વધારે બેટરી ખાય છે અથવા તો તમે એવું ઈન્ટરનેટ કનેક્શન વાપરો છો કે જેમાં ઈન્ટરનેટની સ્પીડ સ્લો આવે છે. જેના કારણે તમારો મોબાઈલ ગરમ (Phone heating) થાય છે.
તમે જોયું હશે કે જ્યારે તમે ઈન્ટરનેટ ચાલું કર્યા વગર મોબાઈલનો ઉપયોગ કરો છો ત્યારે તમારો મોબાઈલ ગરમ નથી થતો. તો એવામા ઈન્ટરનેટ કનેક્શન પણ મોબાઈલ ગરમ થવાનું કારણ હોઈ શકે છે.
2 બેકગ્રાઉંડ એપ્સ : અત્યારના દરેક મોબાઈલમા તમે મલ્ટિટાસ્કિંગ કરી શકો છો એવામાં તમે ઘણી એપ્સનો ઉપયોગ તમારા મોબાઈલમાં કરો છો તો એ બધી એપ્સ તમારા મોબાઈલના બેકગ્રાઉંડમા ચાલુ રહે છે અને તમારા મોબાઈલની બેટરીને ખતમ કરે છે જેના કારણે તમારો ફોન ગરમ (Phone heating problem) થાય છે.
3 મોબાઈલ બ્રાઈટનેસ : ઘણા લોકો મોબાઈલની બ્રાઈટનેસને હંમેશા ફૂલ રાખે છે. જેના કારણે મોબાઈલની બેટરી જલ્દી પૂરી થઈ જાય છે અને મોબાઈલ ગરમ થવા લાગે છે તેથી મોબાઈલ ગરમ (Mobile heating problem) થવાનું સૌથી મોટું કારણ મોબાઈલની બ્રાઈટનેસ છે.
4 ગેમ રમવી : તમે ગેમ રમવાના શોખિન છો અથવા તો તમે કલાકો સુધી તમારા એનંડ્રોઈડ મોબાઈલમાં ગેમ રમો છો તો જ્યારે પણ તમે ગેમ રમો છો ત્યારે તમારા મોબાઈલમાં આ ત્રણ સિસ્ટમ કામ કરે છે તમારા મોબાઈલની રેમ , ગ્રાફિક કાર્ડ અને મોબાઈલનું પ્રોસેસર આ ત્રણ સિસ્ટમ એકસાથે તમારા મોબાઈલમા હાઈ સ્પીડે કામ કરે છે. અને વધારે સમય આ ત્રણ સિસ્ટમ એકસાથે હાઈ સ્પીડે કામ કરે એટલે તમારો મોબાઈલ ગરમ (Mobile heating) થવા લાગે છે.
આ કારણોથી તમારો મોબાઈલ ફોન ગરમ થાય છે તમે પણ ઉપર આપેલા કોઈ કારણનો ઉપયોગ કરો છો તો તમારે એ જાણવું જરુરી છે કે મોબાઈલને ગરમ થતો કેવી રીતે અટકાવવો.
મોબાઈલને ગરમ (Phone heating problem) થતો કેવી રીતે અટકાવવો :
1 બેકગ્રાઉંડમાં ચાલતી એપ્સને સ્ટોપ કરો : તમે મોબાઈલનો ઉપયોગ તો કરો જ છો તો તમે મોબાઈલના સેટિંગમા Application નામનું ઓપશન જરુર જોયું હશે. તો આ ઓપશનમા જાઓ અને તમે જે પણ એપ્સનો ઉપયોગ નથી કર્તા તે એપ્સ ઉપર ક્લિક કરો અને Force stop કરી દો. જેના કારણે તમારા મોબાઈલની રેમ પણ ઓછી વપરાશે અને મોબાઈલ ગરમ (Phone heating) થવાની શક્યતાઓ પણ ઓછી થઈ જશે.
2 મોબાઈલની બ્રાઈટનેશ ઓછી રાખો : શું તમે વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો કોશિશ કરો કે મોબાઈલની બ્રાઈટનેસને હંમેશા ઓછી રાખો. કેમ , કે વધારે બ્રાઈટનેસના કારણે મોબાઈલની બેટરી જલ્દી પુરી થઈ જાય છે. જેના કારણે મોબાઈલ ગરમ (Mobile phone heating) થવા લાગે છે.
3 મોબાઈલને તડકાથી દૂર રાખો : તમે તમારા મોબાઈલનો તડકામા રાખીને ઉપયોગ કરો છો તો એવામા તમારો મોબાઈલ વધારે ગરમ (Mobile heat) થવા લાગે છે. કેમ કે તમે જાણતા હશો કે ઈલેક્ટ્રોનિક સાધનમા ગરમી વધારે જલ્દી ટ્રાન્સફર થાય છે. એટલે બને ત્યા સુધી મોબાઈલને તડકામા ઉપયોગ ના કરો.
4 વધારે સમય ગેમ ના રમો : વધારે સમય સુધી મોબાઈલમાં ગેમ ના રમો કારણ કે જ્યારે લાંબા સમય સુધી તમે ગેમ રમો છો ત્યારે તમારા મોબાઈલની રેમ , ગ્રાફિક કાર્ડ અને પ્રોસેસર આ ત્રણ પાર્ટ તમારા મોબાઈલમાં એક સાથે કામ કરે છે જેના કારણે મોબાઈલ ગરમ (phone heating) થાય છે માટે લાંબા સમય સુધી ગેમ ના રમો થોડા-થોડા સમયે રમો.
5 મોબાઈલ ગરમ થાય ત્યારે રિસ્ટાર્ટ કરો : મોબાઈલનો ઉપયોગ કરતી વખતે જો મોબાઈલ વધારે ગરમ થવા લાગે તો રિસ્ટાર્ટ કરી દો. અથવા થોડા સમય સુધી મોબાઈલની બેટરીને કાઢી નાખો જેના કારણે તમારા ફોનનું તાપમાન નોરમલ ટેમ્પરેચરમા આવી જશે અને મોબાઈલ ગરમ (Phone heating problem) નહિ થાય.
તો આ હતા મોબાઈલ ગરમ થવાના કારણો અને હવે તમે સમજી ગયા હશો કે મોબાઈલને ગરમ (Phone heating) થતો કેવી રીતે અટકાવવો.
સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે મોબાઈલ કેમ ગરમ થાય છે અને મોબાઈલને ગરમ થતો કેવી રીતે અટકાવવો ? છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની છે...આભાર
સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે મોબાઈલ કેમ ગરમ થાય છે અને મોબાઈલને ગરમ થતો કેવી રીતે અટકાવવો ? છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની છે...આભાર