Friday, 17 August 2018

Google drive in Gujarati 2018 | ગૂગલ ડ્રાઈવ શું છે ? અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ?

અત્યારના સમયમાં બધું જ ડિજિટલ થઈ ગયું છે. અને દરેક વ્યક્તિ અત્યારે એંનડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરે છે. અને દરેક વ્યક્તિના મોબાઈલમાં ફોટો (Google drive photos) , વિડિયો અને ફાઈલો હોય છે. આ ફોટો , વિડિયો કે ફાઈલોને તમે તમારા મોબાઈલની ઈન્ટરનલ સ્ટોરેજ અથવા મેમોરી કાર્ડમાં સેવ કરીને રાખો છો. અને જ્યારે પણ તમારો મોબાઈલ અથવા મેમોરી કાર્ડ ખોવાઈ જાય છે. ત્યારે તમે પરેશાન થઈ જાઓ છો અને આ ડાટાને પાછો મેળવી શકતા નથી. તો આ આર્ટીકલમાં આજે તમને ગૂગલ ડ્રાઈવની (Google drive in Gujarati) મદદથી ડાટાને લાઈફટાઈમ માટે સેવ કેવી રીતે કરવો તેની જાણકારી આપીશું.

ગૂગલ ડ્રાઈવ (Google drive in Gujarati) શું છે ?

ગૂગલ ડ્રાઈવ (Google drive storage) એક ઓનલાઈન સ્ટોરેજ સર્વિસ છે. જેને ગૂગલ (Google) કંપની ધ્વારા બનાવવામાં આવી છે. એટલે કે ગૂગલ ડ્રાઈવની મદદથી તમે તમારા ફોટો , વિડિયો , ડોક્યુમેન્ટ , કે કોઈ ફાઈલને લાઈફટાઈમ માટે ઓનલાઈન સેવ કરી શકો છો. અને જ્યારે જરુર પડે ત્યારે તમે આ ફાઈલને ડાઉનલોડ કરીને લઈ શકો છો.
Google drive in Gujarati 2018 | ગૂગલ ડ્રાઈવ શું છે ? અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ?

ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે તમારા પાસે એક જી-મેલ એકાઉન્ટ અને ઈન્ટરનેટ હોવું જોઈએ. જો તમારા પાસે જી-મેલ એકાઉન્ટ ના હોય તો તમે અમારી આ પોસ્ટ વાંચી શકો છો જીમેલ એકાઉન્ટ કેવી રીતે બનાવવું ? તો ચાલો જાણી લઈએ કે ગૂગલ ડ્રાઈવની (Google drive sign in) મદદથી ડાટાને લાઈફટાઈમ માટે સેવ કેવી રીતે કરવો ?

ગૂગલ ડ્રાઈવનો (Google drive in Gujarati) ઉપયોગ કેવી રીતે કરવો :

Step 1 : આમ , તો દરેક મોબાઈલમાં ગૂગલ ડ્રાઈવ (Google drive download) એપ્સ આપેલી જ હોય છે પણ જો તમારા મોબાઈલમાં આ એપ્સ ના હોય તો તમે પ્લે-સ્ટોરમાં જઈને આ એપ્સને ડાઉનલોડ કરો. અને ડાઉનલોડ કર્યા બાદ આ એપ્સને ઓપન કરો.

Google drive in Gujarati 2018 | ગૂગલ ડ્રાઈવ શું છે ? અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ?

Step 2 : જેવી તમે આ એપ્સને ઓપન કરશો એટલે તમારા સામે સ્કિપ (Skip) નામનું એક ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો. ત્યાર પછી તમારુ જે પણ જી-મેલ (G-mail) એકાઉન્ટ હશે તે જી-મેલ એકાઉન્ટમાં આ એપ્સ ઓપન થઈ જશે.


Step 3 : ત્યાર પછી તમારા સામે એક પ્લસ (+) નામનું ગોળ સિમબોલ આવશે તેના પર ક્લિક કરો. એટલે તમારા સામે એક સ્ક્રિન ઓપન થશે જેમાં તમને ફોલ્ડર (Folder) , અપલોડ , (upload) અને સ્કેન (scan) નામના ત્રણ ઓપ્શન આપ્યા હશે. તેમાંથી તમે અપલોડ (upload) નામના ઓપ્શન પર ક્લિક કરો.

Google drive in Gujarati 2018 | ગૂગલ ડ્રાઈવ શું છે ? અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ?

Step 4 : જેવું તમે અપલોડ (upload) નામના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા સામે તમારી ફાઈલો , ફોટો અને વિડિયો ખૂલી જશે. તેમાથી તમારે જે પણ ફાઈલને ગૂગલ ડ્રાઈવમાં સેવ કરવાની હોય તે ફાઈલ પર ક્લિક કરો. એટલે એ ફાઈલ તમારા ગૂગલ ડ્રાઈવના (Google drive app) એકાઉન્ટમાં સેવ થઈ જશે.


ગૂગલ ડ્રાઈવની (Google drive in Gujarati) ખાસિયતો : 

1 ગૂગલ ડ્રાઈવની સૌથી મોટી ખાસિયત એ છે કે ક્યારેય તમારો ડાટા કે ફાઈલો તમારી પરવાનગી વગર નીકળી શકતો નથી. જ્યાં સુધી તમે એને ડિલિટ (delete) નહિ કરો ત્યાં સુધી તમારો ડાટા (data) તમારા જી-મેલ એકાઉન્ટમાં હંમેશા માટે સેવ જ રહેશે.

2 ગૂગલ ડ્રાઈવમાં (Google drive backup) સેવ કરેલો ડાટા તમે કોઈપણ જગ્યાએ જોઈ શકો છો એના માટે માત્ર તમારે તમારું જી-મેલ એકાઉન્ટ અને પાસવર્ડ જ યાદ રાખવો પડશે. આ જી-મેલ અને પાસવર્ડને તમે કોઈપણ મોબાઈલમાં લોગઈન (Log in) કરીને ગૂગલ ડ્રાઈવ એપ્સને ઓપન કરશો એટલે તમારો સેવ કરેલો ડાટા ખૂલી જશે.

3 ગૂગલ ડ્રાઈવ (Google drive use) એક જી-મેલ એકાઉન્ટ પર 15 GB સુધીની ફ્રી સ્ટોરેજ આપે છે. અને એનાથી વધારે સ્ટોરેજનો ઉપયોગ કરવો હોય તો તમારે ગૂગલ કંપનીને પૈસા ચૂકવવા પડશે.

સ્વાભાવિક છે હવે તમે સમજી ગયા હશો કે ગૂગલ ડ્રાઈવ (Google drive in Gujarati) શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ! છતાંય તમારો કોઈ પ્રશ્ન હોય આ પોસ્ટને લગતો તો નીચે તમે અમને કોમેન્ટ (comment) કરી શકો છો.