Wednesday, 22 August 2018

New Email sing in Gujarati 2018 | ઈ-મેલ આઈડી શું છે ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

New Email sign up in Gujarati


ઈન્ટરનેટની દુનિયામાં આજકાલ બધું ડિજિટલ થઈ ગયું છે. પણ એક સમય હતો જ્યારે આપણે કોઈ સંદેશો કે ચિઠ્ઠી લખીને મોકલાવવી હોય તો એને પહોંચતા ઘણો બધો સમય લાગતો હતો પરંતુ આજે ટેક્નોલોજી (Technology) એટલી આગળ વધી ગઈ છે , કે તમે માત્ર એક જ સેકન્ડમાં કોઈપણ વ્યક્તિને ઈ-મેલ કે મેસેજ (Message) મોકલી શકો છો પણ તેના માટે તમારા પાસે ઈ-મેલ (New Email sign up in Gujarati) આઈડી હોવી જરુરી છે તો આજના આ આર્ટીકલમાં ઈ-મેલ (free Email) કોને કહેવાય ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ? તેની તમને જાણકારી આપીશું.

New Email sing in Gujarati 2018 | ઈ-મેલ આઈડી શું છે ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

તમે જોયુ હશે , કે આજના સમયમાં તમે કોઈ નોકરી માટે જાઓ છો અથવા કોઈ પરિક્ષાના ફોર્મ માટે જાઓ છો અથવા તો કોઈ ઓનલાઈન (online) કામ માટે જાઓ છો ત્યારે તમારા પાસે ઈ-મેલ આઈડી માંગવામાં આવે છે. એટલે આજના સમયમાં તમારા પાસે ઈમેલ (New Email account in Gujarati) આઈડી હોવુ ખૂબ જ જરુરી છે.

ફ્રી માં ઈ-મેલ (Free new Email in Gujarati) આઈડી બનાવવા માટે આમ , તો ઘણી વેબસાઈટ (website) છે જ્યાં તમે તમારું ઈ-મેલ બનાવી શકો છો પણ તેમાથી પ્રખ્યાત વેબસાઈટ આ છે. જી-મેલ (Gmail) અને યાહૂ (yahoo) ફ્રી માં ઈ-મેલ આઈડી બનાવવા માટે મોટાભાગે આ વેબસાઈટોનો ઉપયોગ થાય છે. પરંતુ આજે અમે ! તમને સૌથી વધારે પ્રખ્યાત અને લોકપ્રિપ ઈ-મેલ સર્વિસ આપતી જી-મેલ (Gmail) વેબસાઈટ વિશે જાણકારી આપીશું. તો ચાલો જાણી લઈએ કે ઈ-મેલ શું છે ? અને જી-મેલની (Gmail) મદદથી ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

ઈ-મેલ શું છે ? | New Email sign up in Gujarati


ઈ-મેલ આઈડી (New email in Gujarati) કેવી રીતે બનાવવી એના પહેલા એ જાણવું જરુરી છે કે ઈ-મેલ કોને કહેવાય ? ઈ-મેલનું પૂરું નામ છે ઈલેક્ટ્રોનિક મેલ (Electronic mail) એટલે કે ઈન્ટરનેટની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ મેસેજ કે કોઈ ડાટાને મોકલવામાં આવે છે તેને ઈ-મેલ કહે છે.

જેમ , કે પહેલાના સમયમાં ઈન્ટરનેટ (Internet) ન હતું ત્યારે આપણે કોઈને સંદેશો કે સમાચાર મોકલવા માટે એક ટપાલ લખતા હતા. અને તેમાં આપણું અને સામેવાળાનું નામ અને સરનામું લખતા હતાં ત્યારબાદ તે ટપાલને પોસ્ટમાં (post) આપવા માટે જવું પડતું હતું આટલું , કર્યા પછી પણ આપણી ટપાલ સમયસર પહોંચતી ન હતી , અને ઘણો બધો સમય લાગતો હતો.

પણ , જ્યારથી ઈન્ટરનેટ (Internet) આવ્યું છે ત્યાંરથી આ કામ એકદમ આસાન અને સરળ થઈ ગયું છે. એટલે કે ઈ-મેલની (New Email in Gujarati) મદદથી તમે કોઈ પણ વ્યક્તિને સરળતાથી મેસેજ મોકલી શકો છો અને વાત પણ કરી શકો છો પણ એના માટે તમારા પાસે ઈન્ટરનેટ અને ઈ-મેલ આઈડી હોવું જરુરી છે તો ચાલો શીખી લઈએ કે ફ્રી માં ઈ-મેલ (New email sign in) આઈડી કેવી રીતે બનાવવું.

જી-મેલની મદદથી ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી | New Email sign up in Gujarati


Step 1 : સૌથી પહેલા તમે તમારા મોબાઈલના સેટિંગમાં જાઓ ત્યાર બાદ એકાઉન્ટ એન્ડ સિંક (Account & sync) ઓપ્શન પર ક્લિક કરો.

દરેક મોબાઈલ અને ટેબલેટના સેટિંગ એકસરખા નથી. હોતા અલગ અલગ હોય છે. એેટલે નીચે આપેલા સેટિંગને (setting) તમારા મોબાઈલ અને ટેબલેટમાં શોધી લેવા.

New Email sing in Gujarati 2018 | ઈ-મેલ આઈડી શું છે ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

Step 2 : આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારા સામે એક એડ એકાઉન્ટ (Add account) નામનું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો. ત્યાર પછી તમે ગૂગલ (Google) ઓપ્શન પર ક્લિક કરો.

New Email sing in Gujarati 2018 | ઈ-મેલ આઈડી શું છે ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

Step 3 : આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમે તમારા મોબાઈલમાં જે પાસવર્ડ (password) કે પેટન(pattern) રાખી હશે તે માગશે. તે નાખો એ પછી નીચે જે ફોટો આપ્યો છે એ પ્રકારની સ્ક્રિન ખૂલશે. તેમાથી તમે create account ઓપ્શન પર ક્લિક કરો. આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી First name અને Last name માગશે. તેમા તમે તમારું નામ નાખો. ત્યારબાદ Next ઓપ્શન પર ક્લિક કરો.

ઉદાહરણ તરીકે : First name : Gujarati
                        Last name  : idea

New Email sing in Gujarati 2018 | ઈ-મેલ આઈડી શું છે ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

Step 4 : Next ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારો મોબાઈલ નંબર માગશે.એ મોબાઈલ નંબર નાખો. ત્યાર પછી Next ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમે જે પણ મોબાઈલ નંબર નાખ્યો છે તેમા એક ૬ આંકડાનો એક ઓટીપી કોડ મેસેજમાં આવશે. તે ઓટીપી કોડ નાખો. પછી Next કરો.

ઉદાહરણ તરીકે : Mobile no : 78018*****
                        OTP code  : 35****
           
New Email sing in Gujarati 2018 | ઈ-મેલ આઈડી શું છે ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

Step 5 : ત્યાર પછી તમને તમારી જન્મતારીખ (Birthday) અને જાતિ (Gender) પૂછશે. તે નાખો. જાતિમાં (Gender)  જો તમે પુરુષ હોય તો Male પર ક્લિક કરો અને સ્ત્રી હોય તો Female પર ક્લિક કરો. ત્યાર પછી Next ઓપ્શન પર ક્લિક કરો.

ઉદાહરણ તરીકે : Birthday : 01/01/1999
                        Gender   : Male (પુરુષ)
                                         : Female (સ્ત્રી)
                    
New Email sing in Gujarati 2018 | ઈ-મેલ આઈડી શું છે ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

આટલું કર્યા પછી તમને તમારું પહેલું નામ(First name) અને બીજું નામ(Last name) પૂછશે તે નાખો. ધ્યાન રાખો પહેલા સ્ટેપમાં તમે જે First name અને Last name નાખ્યું હતું તે જ અહીં નાખો અને આ બંને વચ્ચે જગ્યા છોડશો નહિ. (આટલું કર્યા પછી તમે તમારા નામ પાછળ કોઈપણ બે અથવા ત્રણ આંકડાં પણ નાખી શકો છો). ત્યારપછી Next ઓપ્શન પર ક્લિક કરો.

ઉદાહરણ તરીકે : Gujaratiidea676

Step 6 : ત્યારબાદ તમે જે પણ પાસવર્ડ (password) રાખવા માગતા હોય તે પાસવર્ડ નાખો. create password અને confirm password આ બંને માં એકસરખો જ પાસવર્ડ નાખો. (ધ્યાન રાખો કે તમે જે પણ પાસવર્ડ (password) નાખો છો તેને હંમેશા યાદ રાખો કારણ કે તમે જ્યાં પણ તમારુ આ ઈ-મેલ (email) એકાઉન્ટ ખોલશો ત્યાં તમને આ જ પાસવર્ડ માગશે. માટે આ પાસવર્ડને હંમેશા સાચવીને રાખો.) ત્યાર પછી Next ઓપ્શન પર ક્લિક કરો.

ઉદાહરણ તરીકે : create password : 123123123
                    confirm password : 123123123

New Email sing in Gujarati 2018 | ઈ-મેલ આઈડી શું છે ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

ત્યારપછી તમે થોડા નીચે આવશો એટલે મોબાઈલ નંબર એડ કર્યો છે કે નહિ તે પૂછશે. એટલે તમે Yes,  I'm in ઓપ્શન પર ક્લિક કરો. ત્યારપછી તમારા સામે ગૂગલની પ્રાઈવેસી પોલીસીનું એક પેજ ખૂલશે. તે પેજમાં થોડા નીચે અાવશો એટલે I agree નામનું એક ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો.

New Email sing in Gujarati 2018 | ઈ-મેલ આઈડી શું છે ? અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

Step 7 : ત્યારપછી નીચે જે ફોટો આપ્યો છે એવું પેજ ખૂલશે તે પેજમા તમને એમ સમજાવવામા આવે છે કે તમારું એકાઉન્ટ બની ગયું છે આભાર  આ પેજમાં તમે Next ઓપ્શન પર ક્લિક કરો ત્યારબાદ તમારા સામે ૪ ઓપ્શન આવશે તેમાંથી તમે છેલ્લા No thanks ઓપ્શન પર ક્લિક કરો અને continue કરી દો એટલે તમારું એકાઉન્ટ બની જશે.


સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે ઈ-મેલ આઈડી શું છે ? (create Email in Gujarati) અને ઈ-મેલ આઈડી કેવી રીતે બનાવવી ?

પણ , કદાચ તમને આ આર્ટીકલમા કંઈ ખબર ના પડી હોય અથવા તો તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે તમે અમને "કોમેન્ટ" (comment) કરી શકો છો.