What is SD Card in Gujarati ?
આજના સમયમાં એસ.ડી કાર્ડ (SD card in Gujarati) એટલે કે મેમોરી કાર્ડનો ઉપયોગ કોણ નથી કરતું લગભગ દરેક વ્યક્તિ મોબાઈલમાં મેમોરી કાર્ડનો ઉપયોગ કરે છે. પણ શું તમને એ ખબર છે. કે તમે જે દુકાનમાંથી મેમોરી કાર્ડ ખરીદો છો અથવા તો તમારા પાસે જે મેમોરી કાર્ડ છે તે મેમોરી કાર્ડ કયાં પ્રકારનું છે અને કંઈ કેટેગરીનું (category) છે. તો આ આર્ટીકલમાં આજે તમને મેમોરી કાર્ડના પ્રકાર (type) અને ક્લાસ વિશેની જાણકારી આપીશું.
તમે જ્યારે પણ મેમોરી કાર્ડને ખરીદો છો ત્યારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે મેમોરી કાર્ડ કયા ક્લાસનું (class) છે ? કયા પ્રકારનું છે ? અને કયું મેમેરી કાર્ડ તમારા મોબાઈલ કે કેમેરા માટે સારું રહેશે. તો ચાલો પહેલા તો જાણી લઈએ કે મેમોરી કાર્ડ (SD card in Gujarati) શું છે ?
SD Card in Gujarati | એસ.ડી કાર્ડ શું છે ?
એસ.ડી કાર્ડનું પૂરુ નામ છે સિક્યોર ડિજિટલ કાર્ડ (secure digital card) એસ.ડી કાર્ડને આપણે આપણી ભાષામાં મેમોરી કાર્ડ કહીએ છીએ. જેનો ઉપયોગ આપણે ડાટાને (data) સ્ટોર કરવા માટે કરીએ છીએ. જેમ કે ફોટો , વિડિયો , ફાઈલ , ડોક્યુમેન્ટ વગેરે. આવા પ્રકારના મેમોરી કાર્ડનો (Memory card in Gujarati) ઉપયોગ મોબાઈલમા વધારે થાય છે. અથવા તો ડિજિટલ કેમેરામા ઉપયોગ થાય છે. મેમોરી કાર્ડ વિશે તો દરેક વ્યક્તિ જાણે જ છે પણ મેમોરી કાર્ડનાં પ્રકાર (type) અને ક્લાસ (class) વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે.
તમે જ્યારે પણ મેમોરી કાર્ડને દુકાનમાંથી ખરીદો છો અથવા તો બીજી કોઈ પણ જગ્યાએથી ખરીદો છો ત્યારે તમે ચેક (check) કરી લો કે એ મેમોરી કાર્ડ ઉપર કંઈક ને કંઈક તો લખ્યું જ હશે. હવે એવામાં એ મેમોરી કાર્ડ ઉપર શું લખ્યું છે એ તો તમે વાંચી લેશો પણ એનો મતલબ જાણવો તમારા માટે થોડો મુશ્કેલ થઈ શકે છે. પણ આ મતલબને અમે તમારા માટે આસાન બનાવશું તો ચાલો જાણી લઈએ (SD card in Gujarati) એસ.ડી કાર્ડના પ્રકાર એટલે કે કેટેગરી વિશે.
SD Card Types in Gujarati | એસ.ડી કાર્ડ કેટલાં પ્રકારના હોય છે ?
એસ.ડી કાર્ડના ત્રણ પ્રકાર છે. સૌથી પહેલા તો SDSC પ્રકાર બીજો SDHC પ્રકાર અને ત્રીજો SDXC પ્રકાર તો ચાલો જાણી લઈએ આ ત્રણેય પ્રકાર વિશે.
1 SDSC Card (Secure Digital Standard Capacity) :
SDSC કાર્ડને આપણે નોરમ મેમોરી કાર્ડ અથવા તો એસ.ડી કાર્ડ કહીએ છીએ. જેનો ઉપયોગ મોબાઈલમાં વધારેમાં વધારે થાય છે. આ પ્રકારની મેમોરી કાર્ડની ઓછામાં ઓછી સ્ટોરેજ 128 MB થી 4 GB સુધીની હોય છે. એટલે કે 128 MB થી 4 GB સુધીના જેટલા પણ મેમોરી કાર્ડ છે તે મેમોરી કાર્ડને નોરમલ SDSC મેમોરી કાર્ડ કહેવામાં આવે છે.
2 SDHC Card (Secure Digital High Capacity) :
મેમોરી કાર્ડનો બીજો પ્રકાર છે SDHC જેનું પૂરુ નામ છે Secure Digital High Capacity એટલે કે આ પ્રકારની મેમોરી કાર્ડની કેપિસિટી નોરમલ મેમોરી કાર્ડ કરતા વધારે હોય છે. અને આ મેમોરી કાર્ડનો ઉપયોગ પણ મોબાઈલમા વધારે થાય છે. SDHC મેમોરી કાર્ડની કેપિસિટી 4 GB થી 32 GB સુધીની હોય છે. એટલે કે 4 GB થી 32 GB સુધીનું તમારા પાસે કોઈ મેમોરી કાર્ડ છે તો તેને SDHC કેટેગરીનું મેમોરી કાર્ડ કહે છે.
3 SDXC Card (Secure Digital Extended Capacity) :
મેમોરી કાર્ડનો ત્રીજો પ્રકાર છે SDXC જેનું પૂરુ નામ છે Secure Digital Extended Capacity આ પ્રકારનું મેમોરી કાર્ડ થોડું મોંઘુ હોય છે. અને આ મેમોરી કાર્ડનો ઉપયોગ ડિજિટલ કેમેરામાં વધારે થાય છે. અને આ મેમોરી કાર્ડની કેપિસિટી પણ વધારેમાં વધારે હોય છે. SDXC મેમોરી કાર્ડની સ્ટોરેજ 64 GB થી 2 TB સુધીની હોય છે. એટલે કે તમારા પાસે 64 GB થી 2 TB નું કોઈ મેમોરી કાર્ડ છે તો તેને SDXC પ્રકારનું મેમોરી કાર્ડ કહે છે.
SD Card Class in Gujarati | એસ.ડી કાર્ડમાં ક્લાસ કોને કહે છે ?
હવે તમે મેમોરી કાર્ડના પ્રકાર વિશે જાણી લીધું છે કે મેમોરી કાર્ડના કેટલા પ્રકાર હોય છે. એના પછી મેમોરી કાર્ડમાં સૌથી વધારે મહત્વનો ક્લાસ (class) હોય છે એટલે કે તમારા પાસે જે મેમોરી કાર્ડ છે તે કયા ક્લાસનું (class) છે તે પણ જાણવું ખૂબ જ જરુરી છે.
મેમોરી કાર્ડમાં ક્લાસનો મતલબ થાય છે સ્પીડ (SD Card Speed in Gujarati) એટલે કે મેમોરી કાર્ડમા રીડ (Read) અને (Write) સ્પીડ કેટલી છે ? જો આપણી ભાષામાં કહીએ તો આપણે જે પણ ડાટાને (data) આપણી મેમોરી કાર્ડમાં લઈએ છીએ એને આવતા કેટલો સમય લાગે છે અથવા તો આપણે જે પણ ડાટાને (data) બીજી જગ્યાએ નાખીએ છીએ એને જતાં કેટલો સમય લાગે છે તે બધું મેમોરી કાર્ડના ક્લાસ પર આધારિત છે ધારો કે તમારુ મેમોરી કાર્ડ 2 ક્લાસનું છે તો તેની રીડ (Read) અને રાઈટ (Write) સ્પીડ 2 MBPS હશે અથવા તો 4 , 6 અને 10 ક્લાસનું હશે તો તેની સ્પીડ 4 MBPS , 6 MBPS અને 10 MBPS હશે.
ક્લાસ 10 એસ.ડી કાર્ડ પછી UHS1 અને UHS3 ક્લાસનું મેમોરી કાર્ડ આવે છે જેનો મતલબ થાય છે Ultra High Speed એટલે કે જો તમારે મેમોરી કાર્ડની સ્પીડ 10 MBPS કરતા વધારે જોઈએ છે તો તમે UHS1 અથવા UHS3 ક્લાસનું મેમરી કાર્ડ લઈ શકો છો. આવા મેમોરી કાર્ડનો (SD Card use in Gujarati) ઉપયોગ વધારેમાં વધારે 4K કેમેરામા થાય છે.
SD Card in Gujarati | એસ.ડી કાર્ડ કયાં પ્રકારનું અને કયા ક્લાસનું છે ? એ કેવી રીતે ચેક કરવું ?
હવે તમે મેમોરી (Memory Card in Gujarati) કાર્ડના પ્રકાર અને મેમોરી કાર્ડના ક્લાસ વિશે જાણી લીધુ છે. પણ તમને એ વિચાર થતો હશે કે મેમોરી કાર્ડ કયા પ્રકારનુ (type) અને કયા ક્લાસનુ (class) છે એ કેવી રીતે ચેક કરવું ? તો એના માટે દરેક મેમોરી કાર્ડ ઉપર લખેલું જ હોય છે. કે તે મેમોરી કાર્ડ કયા પ્રકારનું (type) છે અને કયા ક્લાસનું (class) છે. તમે નીચે આપેલા મેમોરી કાર્ડના ફોટાને જોઈને સમજી શકો છો.
Memory Card in Gujarati | મેમોરી કાર્ડ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
તમે જ્યારે પણ મેમોરી કાર્ડને ખરીદો છો ત્યારે તમે ચેક (check) કરી લો કે એ મેમોરી કાર્ડ કયા પ્રકારનું છે અને કયા ક્લાસનું છે. કારણ કે ચેક કરવાથી તમને એ ખબર પડશે કે તમે જે મેમોરી કાર્ડ ખરીદો છો એ સસ્તું છે કે મોંઘુ અને સારી ક્વોલિટીનું (quality) છે કે ખરાબ.
સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે "મેમોરી કાર્ડ" શું છે. અને તેના પ્રકાર અને ક્લાસ (class) કેટલા હોય છે. છતાં પણ તમને સમજવાં કંઈ પ્રોબ્લેમ (problem) થતો હોય તો તમે અમને નીચે "કોમેન્ટ" કરી શકો છો. આભાર !