Wednesday, 15 August 2018

Root Android Mobile in Gujarati 2018 | મોબાઈલ રૂટ શું છે અને મોબાઈલને રૂટ કરવાથી શું-શું ફાયદા અને નુકશાન થાય છે ?

Root Android Mobile in Gujarati 2018 | મોબાઈલ રૂટ શું છે અને તેના ફાયદા અને નુકશાન કયાં-કયાં છે ?

તમે મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમે મોબાઈલ રૂટ (Root android in Gujarati) નામ ક્યાંક તો સાંભળ્યું જ હશે. અત્યારના સમયમાં દરેક સ્ક્રિન ટચ મોબાઈલમાં એંનડ્રોઈડ સિસ્ટમનો ઉપયોગ થાય છે.માટે આ એંનડ્રોઈડ સિસ્ટમ ખૂબ જ પ્રખ્યાત છે. એંનડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમને ગૂગલ ધ્વારા બનાવવામાં આવી છે. એંનડ્રોઈડ મોબાઈલમાં તમને ઘણા ફીચર્સ મલશે. પણ અમુક ફીચર્સ એવા છે કે જેનો તમે ઉપયોગ મોબાઈલને રુટ કર્યા વગર ના કરી શકો. જેમ કે મોબાઈલને અપગ્રેડ કરવો , વર્શન બદલવું , સ્ક્રિન રિકોર્ડ કરવી એમ ઘણા બધા ફીચર્સ છે કે જેનો તમે ઉપયોગ મોબાઈલને રુટ કર્યા વગર નથી કરી શકતા. પણ તમને એ ખબર નથી કે મોબાઈલ રુટ શું છે અને મોબાઈલને રુટ કરવાના ફાયદા અને નુકશાન કયાં-કયાં છે. તો આ આર્ટીકલમાં આજે તમને મોબાઈલ રુટ વિશેની જાણકારી આપીશું.

Root Android Mobile in Gujarati 2018 |  મોબાઈલ રૂટ શું છે ? અને મોબાઈલને રૂટ કરવાથી કયાં કયાં ફાયદા અને નુકશાન થાય છે ?

મોબાઈલ રુટ (Root android) શું છે : 


જ્યારે તમે કોઈ નવો એંનડ્રોઈડ મોબાઈલ ખરીદો છો , ત્યારે તમને કંપની તરફથી કોઈક સીમા એટલે કે કોઈક લિમિટ આપેલી હોય છે. અને કંપનીએ તમને જે-જે ફીચર્સ આપ્યા છે તે જ ફીચર્સનો ઉપયોગ તમે કરી શકો અને એનાથી વધારે ફીચર્સનો ઉપયોગ કરવો હોય તો તમારે આ કંપનીની સીમાને તોડવી પડે. અને આ સીમાને તોડીને તમે તમારા મોબાઈલમાં નવાં ( વધારાના ) ફીચર્સને નાખો છો તેને મોબાઈલ રુટ (Root device) કહે છે.

સરળ ભાષામાં કહીયે તો મોબાઈલ રુટ (Mobile root)  એક એવી પ્રોસેસ છે કે જેમા તમે તમારા મોબાઈલને સુપર પાવર આપી રહ્યા છો. એનો મતલબ એમ થયો કે મોબાઈલને રુટ કર્યા પછી તમે કોઈ પણ બદલાવ કરી શકો છો. જેમ કે ફોન્ટ સ્ટાઈલ બદલવી , એંનડ્રોઈડ વર્શન બદલવું , રુટીંગ એપ્સ ઈન્ટોલ કરવી આમ ઘણા બધા બદલાવ તમે તમારા મોબાઈલમાં કરી શકો છો. અને તમારા મોબાઈલને સુપર પાવર આપી શકો છો. મોબાઈલને રુટ કર્યા પછી.

એંનડ્રોઈડ મોબાઈલને રુટ (Root android) કરવાના ફાયદા અને નુકશાન :


હવે તમે જાણી લીધું છે કે મોબાઈલ રુટ (Mobile root) શું છે પણ તેના ફાયદા અને નુકશાન વિશે જાણવું પણ ખૂબ જ જરુરી છે. તો ચાલો જાણી લઈએ એંનડ્રોઈડ મોબાઈલને રુટ કરવાના ફાયદા અને નુકશાન.

મોબાઈલને રુટ (Root android) કરવાના ફાયદા : 

1 એંનડ્રોઈડ મોબાઈલને રુટ (Root device) કરવાનો પહેલો ફાયદો એ છે કે તમે તમારા મોબાઈલના એંનડ્રોઈડ વર્શનને કસ્ટમ રોમથી અપગ્રેડ કરી શકો છો અને વર્શનને વધારી શકો છો.

ઉદાહરણ તરીકે : તમારા મોબાઈલનું એંનડ્રોઈડ વર્શન 5.1 છે તો કસ્ટમ રોમની મદદથી તમે 6.1 કરી શકો છો.

2 તમે તમારા મોબાઈલની કસ્ટમ ફોન્ટને બદલી શકો છો.

3 કંપનીની એપ્સને તમે અનઈન્ટોલ એટલે કે ડિલિટ કરી શકો છો.

4 એના સિવાય તમે તમારા મોબાઈલની સ્ક્રિન રિકોર્ડ કરી શકો છો.

5 મોબાઈલમાં કોઈ પણ રુટિંગ એપ્સનો ઉપયોગ કરી શકો છો.
6 તમે તમારા મોબાઈલની ઈન્ટરનલ સ્ટોરેજને વધારી શકો છે.

આમ , મોબાઈલને રુંટ (Root android mobile) કરવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે.


મોબાઈલને રુટ (Root android) કરવાના નુકશાન :

1 મોબાઈલને રુટ (Root phone) કર્યા પછી કંપની તરફથી જે વોરંટી મળતી હશે તે તમને નહિ મળે. એટલે કે તમારો મોબાઈલ નવો છે અને એને તમે રુટ કર્યો છે તો તમારા મોબાઈલની વોરંટી તમે ખોઈ બેઠા છો.

2 એંનડ્રોઈડ મોબાઈલને રૂટ કરવાનું બીજું નુકશાન એ છે કે જો તમે તમારા એંનડ્રોઈડ મોબાઈલને રુટ (Mobile root) કરો છો તો તમારા મોબાઈલની સિક્યુરિટીને ( સુરક્ષા ) ખોઈ બેસસો. એટલે કે તમારા મોબાઈલને કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ થર્ડ પાર્ટી એપ્સ સરળતાથી કંટ્રોલ કરી શકશે. અને તમારો બધો ડાટા ( data ) પણ ચોરી શકે છે. જેના કારણએ આપણને ઘણું નુકશાન થઈ શકે છે.

3 મોબાઈલને રુટ (Mobile root) કરવાથી તમારો મોબાઈલ ખરાબ પણ થઈ શકે છે એટલે કે તમારા મોબાઈલના સોફ્ટવેરમાં પણ કંઈ ખામી આવી શકે છે. અને મોબાઈલ ખરાબ થઈ ગયા પછી એ મોબાઈલમાં માત્ર તમને લોગો ( logo ) દેખાશે. એના સિવાય બીજું કંઈ પણ તમે નહિ કરી શકો. અને તમારો મોબાઈલ બધી રીતે dead એટલે કે નકામો થઈ જશે.

આમ , એંનડ્રોઈડ મોબાઈલ ફોનને રુટ (Root android mobile)  કરવાથી ઘણા બધા નુકશાન થાય છે.

સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે એંનડ્રોઈડ મોબાઈલ રૂટ શું છે અને મોબાઈલને રૂટ કરવાથી કયા-કયા ફાયદા અને નુકશાન થાય છે છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની હોય છે...આભાર