Android battery save ways 2018 | મોબાઈલમાં બેટરી કેમ જલ્દી પૂરી થઈ જાય છે ? શું કારણ છે ? જાણો
આજના ટેક્નોલોજી સમયમાં મોબાઈલ બધાની એક જરુરત બની ગયો છે. અને અત્યારે મોબાઈલનો ઉપયોગ તો બધા કરે જ છે અને તમે પણ મોબાઈલનો ઉપયોગ કરતા હશો. તો તમે મોબાઈલમાં બેટરીના પ્રોબ્લેમનો સામનો જરુર કર્યો હશે. (Android battery save) એટલે કે તમારા મોબાઈલમાં બેટરી જલ્દી પૂરી થઈ જાય છે. અને તમે મોબાઈલને વારંવાર ચાર્જિંગમાં મૂકીને પરેશાન થઈ ગયા છો અને તમે તમારા મોબાઈલની બેટરીને બચાવવા માગો છો તો આ આર્ટીકલમાં આજે તમને એવી ટીપ્સ આપીશું કે જેનો તમે ઉપયોગ કરીને તમારા મોબાઈલની બેટરીને વધારેમા વધારે બચાવી શકો છો. (how to increase battery life on android mobile tips in Gujarati) અને તમારા મોબાઈલની બેટરી લાઈફ પણ વધારી શકો છો.
મોબાઈલમાં બેટરીને બચાવવાના ઘણા ઉપાય છે પણ અમે ! તમને એવી કેટલીક જરુરી અને ખાસ ટિપ્સ આપીશું કે જેને તમે ઉપયોગ કરીને તમારા મોબાઈલની બેટરી લાઈફને વધારી શકો છો. અને આ સેટિંગનો ઉપયોગ કર્યા પછી તમે તમારા મોબાઈલના ડાટા એટલે કે ઈન્ટરનેટને પણ બચાવી શકો છો.
તમે જોયું હશે કે કેટલીક વાર તમારા મોબાઈલમાં ઈન્ટરનેટ જલ્દી પૂંરુ થઈ જાય છે અને તમને ખબર પણ નથી પડતી. તો અહિંયા તમને મોબાઈલમાં બેટરીને (best android battery save tips) કેવી રીતે બચાવવી અને ઈન્ટરનેટને કેવી રીતે બચાવવું તેની ટીપ્સ આપીશું તો ચાલો જાણી લઈએ કે કંઈ છે આ ટીપ્સ ?

એંનડ્રોઈડ મોબાઈલમાં બેટરી લાઈફ કેવી રીતે વધારવી (Best android battery save tips) :
1 મોબાઈલમાં બેકગ્રાઉંડ ડાટાને બંધ કરો : એંનડ્રોઈડ મોબાઇલના બેકગ્રાઉંડમાં ઘણી એપ્સ ચાલતી હોય છે જેના કારણે મોબાઈલમાં ઈન્ટરનેટનો વધારે વપરાશ થાય છે. અને ઈન્ટરનેટનો વધારે વપરાશ થવાના કારણે મોબાઈલની બેટરી જલ્દી પૂરી થઈ જાય છે. તમે જોયું હશે કે જ્યારે તમે ઈન્ટરનેટ ચાલું કર્યા વગર મોબાઈલનો ઉપયોગ કરો છો ત્યારે તમારા મોબાઈલની બેટરી જલ્દી પૂરી થતી નથી. અને જેવું તમે ઈન્ટરનેટ ચાલું કરો છો એટલે તમારા મોબાઈલની બેટરી જલ્દી પૂરી થવા લાગે છે. તો આવું મોબાઈલમાં ચાલતી બેકગ્રાઉંડ એપ્સના કારણે થાય છે જેના કારણે તમારા મોબાઈલની બેટરી (best android battery save) જલ્દી પૂરી થઈ જાય છે.
તો આવા સમયે તમે બેકગ્રાઉંડમાં ચાલતી એપ્સ અને ડાટાને બંધ કરી શકો છો અને તમારા મોબાઈલની બેટરી લાઈફને (android Battery life) વધારી શકો છો અને તમારા મોબાઈલના ઈન્ટરનેટને પણ બચાવી શકો છો. તો એના માટે તમે નીચેના સ્ટેપને ફૉલૉવ કરો.
દરેક મોબાઈલ કે ટેબલેટના સેટિંગ એક સરખા નથી હોતા અલગ-અલગ હોય છે માટે નીચે આપેલા સેટિંગને તમારા મોબાઈલ કે ટેબલેટમાં શોધી લેવા.
દરેક મોબાઈલ કે ટેબલેટના સેટિંગ એક સરખા નથી હોતા અલગ-અલગ હોય છે માટે નીચે આપેલા સેટિંગને તમારા મોબાઈલ કે ટેબલેટમાં શોધી લેવા.
- પહેલા તો મોબાઈલના સેટિંગમાં ( setting) જાઓ.
- પછી ડ્યૂઅલ સિમ એન્ડ મોબાઈલ ડાટા ( Dual sim and mobile data ) ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાર પછી તમે થોડા નીચે આવશો એટલે બેકગ્રાઉંડ એપ્સનું લિસ્ટ આવશે ( Backround data) તેમાથી તમે જે એપ્સને બેકગ્રાઉંડમાંથી બંધ કરવા માગો છો એ એપ્સ ઉપર ક્લિક કરો.
2 પ્લે-સ્ટોરમાં ઓટો ( auto) અપડેટને બંધ કરો : મોબાઈલની બેટરી લાઈફને બચાવવા માટે બીજી ટિપ્સ એ છે કે તમારા મોબાઈલની પ્લે-સ્ટોરમાં જઈને તમે ઓટો અપડેટને બંધ કરી દો. કેમ કે તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ વાઈફાઈથી ( wifi ) કનેક્ટ થાઓ છો. ત્યારે તમારા મોબાઈલમાં પ્લે-સ્ટોર તમને પૂછ્યા વગર બધી એપ્સને ઓટોમેટીક અપડેટ કરી દે છે. જેના કારણે તમારા મોબાઈલની બેટરી અને ડાટા ( ઈન્ટરનેટ ) જલ્દી પૂરું થઈ જાય છે. અને ઓટોમેટિક એપ્સ અપડેટ થવાના કારણે મોબાઈલની રેમ પણ ફૂલ થઈ જાય છે અને મોબાઈલ હેંગ પણ થવા લાગે છે. તો આ પણ એક કારણ છે મોબાઈલની બેટરી (android battery save) જલ્દી પૂરી થવાનું. આ ઓટોમેટિક અપડેટને બંધ કરવા માટે નીચેના સ્ટેપને ફૉલૉવ કરો.
- પહેલા તો પ્લે-સ્ટોરમાં ( play store ) જાઓ.
- પછી ડાબી બાજું ઉપર જે ત્રણ લાઈન ( મેનૂ ) દેખાય છે. એના ઉપર ક્લિક કરો.
- પછી સેટિંગ ( setting ) ઓપ્શન ઉપર ક્લિક કરો.
- પછી ઓટો અપડેટ એપ્સ ( auto-update apps ) ઓપ્શન ઉપર ક્લિક કરો.
- ત્યાર પછી ડૂ નોટ ઓટો અપડેટ એપ્સ ( Do not auto-update apps ) ઓપ્શન પર ક્લિક કરો.
3 લોકેશન બ્લૂટૂથ અને વાઈફાઈને બંધ રાખો : ઘણા લોકો એવા છે કે જે મોબાઈલમાં અમુક ફીચર્સનો ઉપયોગ નથી કરતાં તો પણ તેને હંમેશા ચાલું ( on ) રાખે છે. જેના કારણે તમારા મોબાઈલની બેટરી બહું જ જલ્દી પૂરી થઈ જાય છે. અને મોબાઈલની બેટરી લાઈફ પણ ખૂબ જ ઓછી થઈ જાય છે.
તમે જોયું હશે કે જ્યારે તમે મોબાઈલમાં કંઈક કામ હોય ત્યારે બ્લૂટૂથ , વાઈફાઈ કે લોકેશનને ચાલું કરો છો અને તમારું કામ પૂરું થઈ જાય એ પછી પણ તમે એને બંધ ( off ) નથી કરતા અથવા તો બંધ કરવાનું ભૂલી જાઓ છો એવા સમયે તમારા મોબાઈલની બેટરી ખૂબ જ જલ્દી પૂરી થવા લાગે છે. અને મોબાઈલ પણ ગરમ થવા લાગે છે. જો તમે તમારા મોબાઈલની બેટરીને બચાવવા (save battery life on android mobile) માગો છો તો આવા ફીચર્સનો ઉપયોગ ના થતો હોય ત્યારે તેને હંમેશા બંધ રાખો.

કેમ કે આવા ફીચર્સને એક સાથે અને લાંબા સમય સુધી ચાલું રાખવાથી તમારા મોબાઈલની બેટરી બહું જ જલ્દી પૂરી થઈ જાય છે. અને મોબાઈલના ડાટા ( ઈન્ટરનેટ ) પણ ખૂબ જ વપરાય છે. જેના કારણે તમારા મોબાઈલની બેટરી લાઈફ પણ ખૂબ જ ઓછી થઈ જાય છે.
4 મોબાઈલની બ્રાઈટનેસને હંમેશા ઓછી રાખો : મોબાઈલની બેટરી જલ્દી પૂરી થવાનું એક કારણ છે મોબાઈલની બ્રાઈટનેસ જ્યારે તમે તમારા મોબાઈલની બ્રાઈટનેસને ઓટો મોડ માં ( auto mode ) રાખો છો અથવા તો હંમેશા ફૂલ જ કરીને રાખો છો તો તેનાંથી તમારા મોબાઈલની બેટરી લાઈફ ખૂબ જ ઓછી થઈ જાય છે અને બેટરી પણ જલ્દી પૂરી થવા લાગે છે. સાથે-સાથે મોબાઈલ પણ ગરમ થવા લાગે છે. માટે મોબાઈલની બ્રાઈટનેસને હંમેશા ઓછી રાખવાની કોશિશ કરો. જેથી તમારા મોબાઈલની બેટરી (android battery save) પણ જલ્દી પૂરી નહિ થાય અને તમારા મોબાઈલની બેટરી લાઈફ પણ વધશે.
મોબાઈલની બેટરીને બચાવવા માટે આ ભૂલો ક્યારેય ના કરો (Android mobile battery save) :
ઘણા લોકો એવા છે કે જે મોબાઈલની બેટરીને બચાવવા માટે ઘણી બધી ટિપ્સનો ઉપયોગ કરે છે. અને આવી ભૂલો કરતા જ રહે છે માટે અમે ! તમને એવી કેટલીક ભૂલો વિશેની જાણકારી આપીશું કે જે ભૂલો તમારે મોબાઈલની બેટરી બચાવવા માટે ના કરવી જોઈએ.
બેટરી લાઈફને બચાવવા માટે બેટરી સેવર ( battery saver) એપ્સનો ઉપયોગ ક્યારેય ના કરો. કેમ કે આવી એપ્સમાં તમને એવું કહેવામાં આવે છે કે આ એપ્સ તમારા મોબાઈલના બેકગ્રાઉંડ ડાટાને ( data ) બંધ કરી નાખશે અને તમારા મોબાઈલની બેટરી લાઈફ વધારશે પણ ખરેખર આ એપ્સ તમારા મોબાઈલના બેકગ્રાઉંડ (backround) ડાટાને પણ બંધ કરતી નથી અને બેટરી લાઈફ પણ વધારતી નથી અને એના બદલે તમને એડ્સ બતાવે છે જેના કારણે તમારા મોબાઈલની બેટરી લાઈફ વધવાની જગ્યાએ ઓછી થઈ જાય છે. અને તમારા મોબાઈલની બેટરી પણ જલ્દી ઉતરવા લાગે છે. માટે આવી બેટરી સેવર એપ્સનો ઉપયોગ ક્યારેય ના કરો કેમ કે ઉપર આપેલી ટીપ્સ મુજબ આ સેટિંગ તમે જાતે પણ તમારા મોબાઈલમાં કરી શકો છો.
બેકગ્રાઉંડ ડાટાને ( data ) હંમેશા બધી રીતે બંધ ( stop ) ના કરો કેમ કે ઘણા લોકો એવા હોય છે કે જે બેકગ્રાઉંડ ડાટાને બધી રીતે બંધ કરી નાખે છે જેના કારણે મોબાઈલની બધી એપ્સના બેકગ્રાઉંડ ડાટા બંધ ( stop ) થઈ જાય છે. અને તમારા જરુરી ઈ-મેલ , વોટ્સઅેપ , ફેસબુક અને બીજા ઘણા બધા જરુરી નોર્ટીફિકેશન તમને નથી મળતા. તો આ વાતને પણ હંમેશા ધ્યાનમાં રાખો.
સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે એંનડ્રોઈડ મોબાઈલમાં બેટરી કેમ જલ્દી પૂરી થઈ જાય છે અને બેટરી પૂરી થતી કેવી રીતે અટકાવવી છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની હોય છે...આભાર