Monday, 6 August 2018

Android developer option in Gujarati 2018 | મોબાઈલમાં ડેવલપર ઓપ્શન શેના માટે આપેલું હોય છે. અને તેનો શું ઉપયોગ છે ?


Android developer option 2018 | What is the developer option available on mobile ? And what is the use of it in Gujarati ?

તમે એંનડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ તો કરો જ છો તો તમે મોબાઈલ ડેવલપર (Android developer option)ઓપ્શનનું નામ તો જરુર સાંભળ્યું જ હશે અથવા તો મોબાઈલમાં ક્યાક જોયું હશે. સામાન્ય રીતે આ ડેવલપર ઓપ્શનનો ઉપયોગ શું છે એ કદાચ તમને નહિ ખબર હોય. તો આ આર્ટીકલમાં આજે તમને મોબાઈલ ડેવલપર ઓપ્શનનાં અંદરના ૧૫ ફીચર્સ વિશે જાણકારી આપીશું.

Android developer option in Gujarati 2018

મોબાઈલમાં ડેવલપર ઓપ્શન એક એડવાન્સ ફીચર્સ છે અને જે દરેક મોબાઈલમાં હાઈડ હોય છે એટલે કે છુપાયેલું હોય છે જેને તમારે જાતે જ એક્ટિવેટ કરવું પડે છે. ત્યારે આ ઓપ્શન બહાર આવે છે. ડેવલપર ઓપ્શનને (developer setting) એક્ટિવેટ કરવા માટે પહેલાં તો તમારા મોબાઈલના સેટિંગમાં જવું પડશે. ત્યારબાદ અબાઉટ (About) ઓપ્શનમાં જાઓ. ત્યાર પછી તમારા સામે બિલ્ડ વર્શન નામનું એક ઓપ્શન આવશે તેના ઉપર ૭ થી ૮ વખત ક્લિક કરશો એટલે તમારુ ડેવલપર ઓપ્શન એક્ટિવેટ થઈ જશે એટલે કે ડેવલપર ઓપ્શન બહર આવી જશે

સામાન્ય રીતે ડેવલપર ઓપ્શનમાં (Android developer option) ઘણા ફીચર્સ હોય છે પણ અમે તમને એવા ૧૫ જરુરી ફીચર્સ વિશે જાણકારી આપીશું કે જે બધા મોબાઈલ સરખા આપેલા હોય છે. તો ચાલો જોઈ લઈએ કે ડેવલપર ઓપ્શનના આ ૧૫ ફીચર્સ કયા છે.

ડેવલપર ઓપ્શનના (Android Developer option) ૧૫ જરુરી ફીચર્સ :


1 Stay awake : આ ઓપ્શન તમને બધા એંનડ્રોઈડ મોબાઈલમાં મળી જશે પછી એ જેલીબીન હોય કિટકેટ હોય કે લોલીપોપ હોય આ ઓપ્શનને તમે એંનડ્રોઈડ ડેવલપર ઓપ્શનમાં જઈને એક્ટિવેટ કરો છો તો તમારા મોબાઈલની સ્ક્રિન બંધ નહિ થાય જ્યારે પણ તમે તમારા મોબાઈલને ચાર્જ કરો છો અથવા તો જ્યારે પણ તમે મોબાઈલને ચાર્જ કરવા માટે મૂકો છો ત્યારે પણ તમારા મોબાઈલની સ્ક્રિન ચાલુ જ રહેશે. એટલે આ ઓપ્શનનો કદાચ કોઈક જ ઉપયોગ કરે છે

2 OEM unlock : એંનડ્રોઈડ ડેવલપર ઓપ્શનમાં ઓ.ઈ.એમ ફિચર્સ ખૂબ જ મહત્વનુ છે. જેનું પુરુ નામ છે original equipment manufacture unlock આ ફીચર્સ તમને એંનડ્રોઈડ લોલીપોપ વર્શન કે તેના ઉપરના વર્શનમાં જોવા મળશે. આ ફીચર્સનો ઉપયોગ એ છે કે તમે તમારા એંનડ્રોઈડ મોબાઈલને કસ્ટમ રોમથી અપગ્રેડ કરવા માગો છો તો એવા સમયે તમારે તમારા મોબાઈલમાં OEM unlock ફીચર્સને એક્ટિવેટ કરવું પડશે.

3 Running service : સામાન્ય રીતે આ ઓપ્શન પર ક્લિક કરીને તમે જાણી શકો છો કે તમારા મોબાઈલમાં કંઈ સર્વિસ એક્ટિવ (ચાલુ) છે અને તે કેટલી રેમનો ઉપયોગ કરે છે. આ ફીચર્સને ચાલુ કરીને તમે આ બધું જાણી શકો છો.

4 USB debugging : આ ફીચર્સ એંનડ્રોઈડ ડેવલપર ઓપ્શનનું ખૂબ જરુરી ફીચર્સ છે અને ઘણા લોકો આ ફીચર્સ વિશે જાણતા હશે. આ ફીચર્સની મદદથી તમે તમારા મોબાઈલને કોમ્પ્યુટર કે લેપટોપ સાથે કનેક્ટ કરી શકો છો. એટલે કે જ્યારે પણ તમારે મોબાઈલને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવો હોય ત્યારે તમારે આ ફીચર્સને એક્ટિવેટ કરવુ જ પડશે નહિ તો તમે મોબાઈલને કોમ્પ્યુટર સાથે કનેક્ટ નહિ કરી શકો ઉદાહરણ તરીકે : તમારા મોબાઈલની સ્ક્રિનને કોમ્પ્યુટરમાં જોવી છે તો તમારે આ ઓપ્શનને ચાલું કરવું જ પડશે.

5 Aggressive wifi / cell handover : આ ફીચર્સ એટલું બધું મહત્વનું તો નથી પણ જ્યારે તમે આ ફીચર્સને ચાલુ કરશો ત્યારે જ્યારેપણ તમારું વાઈફાઈ નેટવર્ક સ્લો થઈ જાય અથવા તો બંધ થઈ જાય છે ત્યારે Automatically તમારા મોબાઈલમાં ડેટા કનેક્શન ચાલું થઈ જાય છે. તો એવા સમયે આ ઓપ્શન ખૂબ જ કામ આવે છે. જ્યારે તમે કોઈ મૂવી કે કોઈ મોટી ફાઈલ ડાઉનલોડ કરો છો.

6 USB configuration : આ ઓપ્શન થોડું રમૂજી છે જેવું તમે આ ઓપ્શનને એક્ટિવેટ કરશો એટલે કેે ચાલું કરશો USB કેબલથી કનેક્ટ કરીને ત્યારે તમારા સામે ત્રણ ઓપ્શન આવશે એમા પહેલા ઓપ્શનમાં તમે માત્ર મોબાઈલ ચાર્જ કરી શકો બીજા ઓપ્શનમાં માત્ર તમે મોબાઈલને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો અને ત્રીજા ઓપ્શનમાં તમે તમારા મોબાઈલની બધી ફાઈલ કે ફોલ્ડરને તમારા કોમ્પ્યુટરમાં જોઈ શકો છો. આ ત્રણ વિકલ્પમાંથી તમે ગમે તે પસંદ કરી શકો છો.

7 Show touches : આ ઓપ્શનનું નામ વાંચીને જ કદાચ તમે સમજી ગયા હશો કે આ ઓપ્શનનો શું ઉપયોગ છે. સામાન્ય રીતે આ ઓપ્શનને એક્ટિવેટ કરવાથી. તમે તમારા મોબાઈલમાં ક્યા ક્લિક કે ટચ કરો છો એ તમે જોઈ શકો છો એટલે કે તમે તમારા મોબાઈલમાં જ્યા પણ ટચ કરશો ત્યા તમારા સામે એક નાનો બૉલ (પોઈન્ટર) આવશે. મોટાભાગે આ ઓપ્શનનો ઉપયોગ મોબાઈલ સ્ક્રિન રેકોર્ડ કરતી વખતે થાય છે.

8 Show pointer location : આ ઓપ્શનનો ઉપયોગ પણ show touches ઓપ્શન જેવો જ છે. પણ બંને ઓપ્શન વચ્ચે થોડોક તફાવત છે. આ ઓપ્શનમાં તમે ક્યા ટચ કરો છો તે જગ્યા બતાવે છે અને તમારા મોબાઈલના ઉપરના ભાગમાં લોકેશન બતાવે છે એટલે કે તમે જે પણ જગ્યાએ ટચ કરો છો તે જગ્યા મોબાઈલના ભાગના કયા એરિયામાં આવે છે. તે Location બતાવે છે અને આ પણ એક પ્રકારનું પોઈન્ટર લૉકૅશન જ છે.

9 Window animation scale : આ ઓપ્શન એંનડ્રોઈડ ડેવલપર ઓપ્શનનું ખૂબ જ મહત્વનું ઓપ્શન છે. જ્યારે તમે આ ઓપ્શનને એંનડ્રોઈડ ડેવલપર ઓપ્શનમાં જઈને એક્ટિવેટ કરશો એટલે તમારા મોબાઈલની એનીમેશન સ્પીડ બતાવશે તેમાંથી તમને જે સ્પીડ પંસદ આવે તેને તમે સેટ કરી શકો છો અને તમે આ ઓપ્શનને બંધ (off)  નાખશો તો તમારા મોબાઈલની સ્પીડ એટલે કે ઝડપ વધી જશે.

10 Transition scale : તમે મોબાઈલમાં જ્યારે પણ કોઈ એપ્સને ઓપન કરો છો ત્યારે એ એપ્સ કેટલા સમયે ખૂલે છે અને આ એપ્સને ઓપન થતા કેટલી વાર લાગે આ બધું કંનટ્રોલ તમે આ ઓપ્શનમાં કરી શકો છો કારણ કે દરેક એપ્સમાં ટ્રાંજીશન તો આપેલું જ હોય છે એટલે તેનું કંનટ્રોલ આ ઓપ્શમાં આપ્યું છે અને મોબાઈલની સ્પીડ વધારવા માટે આ ઓપ્શન પણ ખૂબ જ મદદરુપ થાય છે.

11 Animator duration scale : આ ઓપ્શનમાં તમે તમારા મોબાઈલના દરેક એનિમેટરનો સમયગાળો નક્કી  કરી શકો છો. એટલે કે તમે એનીમેશન કેટલા સમય સુધી દેખાવવું જોઈએ. તે સેટ કરી શકો છો. અને જો તમારે તમારા મોબાઈલની સ્પીડ વધારવી હોય તો તમે આ ઓપ્શનને બંધ (off)  કરી શકો છો. કેમ કે આ ઓપ્શન પણ મોબાઈલની સ્પીડ (ઝડપ) વધારવામાં ખૂબ જ મદદ કરે છે.

12 Simulate seconday scale : આ ફીચર્સની મદદથી તમે તમારા મોબાઈલમાં એક બીજી સ્ક્રિન બનાવી શકો છો. એટલે કે તમે તમારા મોબાઈલમાં કોઈ કામ માટે એક નાની સ્ક્રિનને બનાવવા માગો છો તો બનાવી શકો છો. અને તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. તો આ ઓપ્શનનો ઉપયોગ તમે આ રીતે કરી શકો છો.

13 Turn on 4XMSAA : આ ફીચર્સ સ્પેશિયલ ગૅમ રમવાંવાળા માટે અને હેવી વિડિયોને Edit કરવાવાળા માટે બનાવવામાં આવ્યું છે. એટલે કે તમારા મોબાઈલનું ગ્રાફિક કાર્ડ સારું નથી અથવા તો ગેમિંગ પરફોરમન્સ સારું નથી. એવા સમયે તમે આ ઓપ્શનનો ઉપયોગ કરીને તમારા મોબાઈલનું ગેમિંગ પરફોરમન્સ વધુ સારું બનાવી શકો છો. અને હેવી વિડિયોને પણ સરળતાથી Edit કરી શકો છો.

14   Show CPU ussage : સામાન્ય રીતે આ ઓપ્શનનો ઉપયોગ તમારા મોબાઈલના CPU ને ચેક કરવા માટે થાય છે. એટલે કે તમારા મોબાઈલમાં રેમ કેટલી વપરાય છે. અને તમારા મોબાઈલની બેટરી કેટલી વપરાય છે. તેને તમે આ ઓપ્શન ધ્વારા ચેક કરી શકો છો. અને સરળતાથી તમે તમારા મોબાઈલના CPU ને નોરમલ કરીને તમારા મોબાઈલને હેંગ અને ગરમ થતો પણ અટકાવી શકો છો.

15 Turn on opengl traces : આ ફીચર્સની મદદથી તમે તમારા મોબાઈલનું ફેક (ખોટું) લોકેશન બનાવી શકો છો પણ એના માટે તમારે અલગ-અલગ પ્રકારની ફેક લોકેશન એપ્સનો ઉપયોગ કરવો પડશે. અને એ એપ્સને આ ઓપ્શન સાથે સિલેક્ટ કરવી પડશે. ત્યાર પછી જ તમે તમારા મોબાઈલનું ખોટું લોકેશન બનાવી શકો છો.

સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે એંનડ્રોઈડ મોબાઈલમાં ડેવલપર ઓપ્શન (Android developer option) શું છે અને તેમાં કેટલા ફીચર્સ આપેલા હોય છે છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની હોય છે...આભાર