Sunday, 5 August 2018

Facebook privacy setting in Gujarati 2018 | શું તમે ફેસબૂકના આ જરુરી સેટિંગનો ઉપયોગ કરો છો ?


Facebook privacy setting in Gujarati 2018| શું તમે ફેસબૂકના આ જરુરી સેટિંગનો ઉપયોગ કરો છો ?


આજના સમયમા ફેસબૂકનો ઉપયોગ કોણ નથી કરતું લગભગ દરેક વ્યક્તિ ફેસબૂકનો ઉપયોગ કરે છે પણ એવા બહુ ઓછા લોકો છે કે જે ફેસબૂકના ઘણા બધા પ્રાઈવેસી સેટિંગનો (Facebook privacy Setting in Gujarati) ઉપયોગ નથી કરતા અને આ ફેસબૂકના પ્રાઈવેસી સેટિંગ કેટલા જરુરી છે એ કદાચ તમને ખબર નહિ હોય.

તો આજે આ આર્ટીકલમાં તમને ફેસબૂકના એવા પાંચ જરુરી સેટિંગ વિશેની  જાણકારી આપીશું કે જેની તમને ચોક્કસ ખબર હોવી જોઈએ. અને આ જરુરી સેટિંગનો ઉપયોગ પણ તમારે અવશ્ય કરવો જોઈએ. તો ચાલો જાણી લઈએ કે આ પાંચ સેટિંગ કયા છે

ફેસબૂકના પાંચ જરુરી સેટિંગ (Facebook privacy setting)


૧ ટેગિંગ : તમે ફેસબૂકનો ઉપયોગ કરો છો તો તમે અનુભવ તો કર્યો જ હશે કે તમારો કોઈપણ મિત્ર એના ફોટોમા તમને ટૅગ  (tag) કરે છે અથવા તો કોઈ વિડિયો કે કોઈ પોસ્ટમાં તમને ટેગ કરે છે. ત્યારે તમે આવા ફાલતુ ફોટો કે વિડિયોને જોઈને પરેશાન થઈ જાઓ છો ત્યારે આવા સમયે તમે ફેસબૂકના સેટિંગમાં (Facebook privacy) જઈને ટેગિંગ પ્રાઈવેસી ફીચર્સનો ઉપયોગ કરી શકો છો.

જેવું તમે આ ફીચર્સને ચાલુ કરશો. એના પછી તમારો કોઈ પણ મિત્ર તમને ટૅગ કરશે એટલે તમારા મોબાઈલમા તરત જ એક નોર્ટીફિકૅશન આવશે અને આ નોર્ટીફિકૅશનને તમે જ્યાં સુધી તમે Allow નહિ કરો ત્યા સુધી તમારો કોઈપણ મિત્ર તમને ટેગ કરી શકશે નહિ. આ ફીચર્સને ચાલુ કરવા માટે તમારા ફેસબૂકના એકાઉન્ટમા આ પ્રમાણે સેટિંગ કરો.

setting > Timeline and tagging > review tags people add to your posts before the tags appear on facebook > on

Facebook privacy setting in Gujarati 2018

૨ ટાઈમ લાઈન પોસ્ટ : તમે જોયું હશે કે તમારો કોઈપણ મિત્ર તમારી ફેસબૂક આઈ.ડી માં એડ છે તો એ તમારા ફેસબૂકના વૉલ પેજમા ચોક્કસ જોવા મળશે. અને એ જ્યારે પણ કોઈ પોસ્ટ કે કોઈ કોમેન્ટ કરે છે ત્યારે એ પોસ્ટ કે કોમેન્ટ તમારા બધા મિત્રોને દેખાય છે. એવામા તમે ફેસબૂકની પ્રાઈવેસી સેટિંગનો (Facebook privacy setting) ઉપયોગ કરીને તમે આ પોસ્ટ કે કોમેન્ટને રોકી શકો છો. અને જેવું તમે આ ફીચર્સને એક્ટિવેટ કરશો એના પછી તમને કોઈ વ્યક્તિ વૉલ પોસ્ટ નહિ કરી શકે.આ ફીચર્સને ચાલુ કરવા માટે તમારા ફેસબૂકના એકાઉન્ટમા આ પ્રમાણે સેટિંગ કરો.

setting > timeline and tagging > who can post on your timeline ? > only me

Facebook privacy setting in Gujarati 2018

૩ મોબાઈલ નંબર એડ કરવો : ઘણા લોકો એવા છે કે જે ફેસબૂકના એકાઉન્ટમાં મોબાઈલ નંબરને એડ નથી કરતા અને જ્યારે પણ ફેસબૂકનો પાસવર્ડ ભૂલી જાય છે અથવા તો રિસેટ કરવો હોય ત્યારે ફેસબૂકનો પાસવર્ડ શોધવો બહું મુશ્કેલ થઈ જાય છે માટે ફેસબૂકના એકાઉન્ટમાં મોબાઈલ નંબર એડ કરવો જરુરી છે અને નંબર એડ હોય તો તમે સરળતાથી તમારા ફેસબૂકના પાસવર્ડને રિસેટ કરી શકો છો આ ફીચર્સને (Facebook privacy tutorial) ચાલુ કરવા માટે તમારા ફેસબૂકના એકાઉન્ટમા આ પ્રમાણે સેટિંગ કરો.

setting > personal information > phone number edit > add your number


૪ ફ્રેંડ લિસ્ટ છુપાવવું : ફેસબૂકમાં ફ્રેંડ લિસ્ટ કેટલું મહત્વનું છે એ તો તમે જાણતા જ હશો. અત્યારે જે લોકો ફેસબૂકનો ઉપયોગ કરે છે એમાથી લગભગ ઘણા લોકો ફ્રેંડ લિસ્ટને હાઈડ નથી કરતા. જેના કારણે કોઈ પણ વ્યક્તિ તમારુ ફ્રેંડ લિસ્ટ ચૅક કરી શકે છે અને તમારા કોઈપણ ફ્રેંડને સરળતાથી જોઈ શકે છે. એવા સમયે તમે ફેસબૂકના પ્રાઈવેસી સેટિંગમાં જઈને (Facebook privacy)તમારા ફ્રેંડ લિસ્ટને હાઈડ કરી શકો છો. એટલે કે તમારા સિવાય બીજુ કોઈ વ્યક્તિ ફ્રેંડ લિસ્ટ જોઈ શકશે નહિ. આ ફીચર્સને ચાલુ કરવા માટે તમારા ફેસબૂકના એકાઉન્ટમા આ પ્રમાણે સેટિંગ કરો.

setting > privacy setting > who can see your friends list ? > only me



૫ રિકવરી ઈ-મેલ : મોટાભાગના લોકો તેમની ફેસબૂક આઈ.ડી માં ઈ-મેલને એડ કરીને નથી રાખતા. અને જ્યારે પણ પાસવર્ડને રિસેટ કે રિકવર કરવો હોય ત્યારે નથી કરી શકતા અને પરેશાન થઈ જાય છે. એટલે સામાન્ય રીતે પાસવર્ડને રિસેટ કે રિકવર કરવા માટે રિકવરી ઈ-મેલ ફીચર્સને બનાવવામાં આવ્યું છે એટલે કે તમારું ઈ-મેલ તમારી ફેસબૂક આઈ.ડી મા એડ હોય તો તમે આસાનીથી પાસવર્ડને રિકવર કે રિસેટ કરી શકો છો. આ ફીચર્સને ચાલુ કરવા માટે તમારા ફેસબૂકના એકાઉન્ટમા આ પ્રમાણે સેટિંગ કરો.

setting > personal information > email address edit > enter your email

Facebook privacy setting in Gujarati 2018


આ હતા ફેસબૂકના પાંચ જરુરી સેટિંગ જેને હવે તમે સમજી ગયા હશો. (Facebook privacy setting in Gujarati 2018)

સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે ફેસબૂકના પાંચ જરુરી સેટિંગ કયાં છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ? છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની હોય છે...આભાર