Hide photos : મોબાઈલમાં ફોટોને કેવી રીતે છુપાવવા ? how to hide photos in gujarati આજના ટેક્નોલૉજી યુગમાં મોબાઈલનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે અને દરેક વ્યક્તિના મોબાઈલમાં અનેક પ્રકારના ફોટો , વિડિયો , ડોક્યુમેન્ટ અને ફાઈલો હોય છે તેમાથી અમુક ફાઈલો , ફોટો કે વિડિયો એવા હોય છે કે જે આપણે બીજાને બતાવવા નથી માગતા અને એ આપણા માટે સિક્રેટ હોય છે.
આવી ફાઈલો , ફોટો કે વિડિયોને હાઈડ (છુપાવવા માટે) કરવા માટે અમે ! તમારા માટે એક ટ્રીક લઈને આવ્યા છીએ તો જાણો કંઈ છે આ ટ્રીક
આ ટ્રીકને જાણવા માટે નીચેના સ્ટેપને ફૉલૉવ કરો.
Hide photos 2018 | how to hide photos in Gujarati
સ્ટેપ ૧ : આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે તમારા મોબાઈલમાં પ્લે-સ્ટોરને ખોલવી પડશે. અને પ્લે-સ્ટોરમાં Es file explorer સર્ચ કરવું પડશે. અને આ ઍપને ડાઉનલોડ કરવી પડશે.
સ્ટેપ ૨: આ ઍપને ડાઉનલોડ કર્યા પછી ઑપન કરો. ત્યાર બાદ તમારા સામે એક સ્ક્રિન ઑપન થશે તેમાં Agree and continue નામનું એક ઑપશન હશે. તેના પર ક્લિક કરો અને ત્યાર પછી તમારા સામે એક સ્ક્રિન ખૂલશે જેમા તમારે સ્ક્રિનની જમણી બાજુથી ડાબી બાજું ૨ વખત સ્વાઈપ કરવું પડશે. ત્યાર પછી તમારા સામે START NOW નું ઑપશન આવશે.તેના પર ક્લિક કરો. એટલે આ ઍપ ઑપન થશે.
સ્ટેપ ૩ : START NOW ઑપશન પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રિન પર એક OK નામનું ઑપશન આવશે તેના પર ક્લિક કરો. એટલે આ ઍપનું ડેશબોર્ડ ખૂલી જશે.
સ્ટેપ ૪ : આટલું કર્યા પછી તમારા સામે તમારી internal storage અને SD card ખુલી જશે. તેમાથી તમારે જે પણ સ્ટોરૅજમાંથી તમારે જે પણ ફાઈલ , ફોટો , વિડિયો કે ફોલ્ડર હાઈડ કરવાનું છે તે સ્ટોરૅજને સિલેક્ટ કરો.
સ્ટેપ ૫ : સ્ટોરેજ સિલેક્ટ કર્યા પછી તમારા ફોલ્ડરો ખુલશે તેમાથી તમારે જે પણ ફોલ્ડર , ફોટો , વિડિયો કે ફાઈલને હાઈડ કરવી છે તે ફાઈલ પર ૨ સેકન્ડ સુધી ટચ કરી રાખો ત્યાર પછી તમારા સામે નીચે એક મેનૂ ખુલશે જેમા તમને ૫ ઑપશન આપ્યા હશે તેમાંથી તમારે Rename ઑપશન ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમારા ફોલ્ડરનું નામ આવશે.તેમા તમારે ફોલ્ડરનું નામ છે તેના આગળ ટપકું (.) કરીને OK કરી દો એટલે તમારું ફોલ્ડર હાઈડ થઈ જશે.
આ ફોલ્ડરને જોવા માટે તમારે આ ઍપને ઑપન કરવી પડશે અને આ ઍપના ઉપરના ભાગમાં ડાબી બાજુંએ જે ત્રણ લાઈન દેખાય છે તેના પર ક્લિક કરવું ત્યાર બાદ તમારા સામે ઘણા ઑપશન આવશે તેમાંથી તમે થોડા નીચે જશો એટલે show hidden files નામનું એક ઑપશન આવશે તેના ક્લિક કરીને તે ઑપશનને on કરવાનું રહેશે.
આટલુ કરશો એટલે તમે જે પણ ફોલ્ડર હાઈડ કર્યુ હશે તમારી સ્ટોરૅજમાં ખુલી જશે. અને આ ફોલ્ડરને તમારે બહાર લાવવું હોય તો તમે જ્યાં ટપકું (.) કર્યુ હતુ તેને કાઢી નાખો એટલે તમારું ફોલ્ડર બહાર આવી જશે.
તો હવે તમે સમજી ગયા હશો કે મોબાઈલમા ફોટો કે વિડિયોને કેવી રીતે હાઈડ (Hide photos) કરવા.
સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે મોબાઈલમાં ફોટો કે કોઈ ફાઈલને કેવી રીતે છુપાવવા ? છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની હોય છે...આભાર