Phone hang 2018 : how to solve phone hang problem in Gujarati ?
મિત્રો , તમે મોબાઈલનો ઉપયોગ કરો છો તો મોબાઈલ હેંગ પ્રોબ્લેમનો સામનો તમે જરુર કર્યો હશે. એવામા તમને એ ખબર નથી હોતી કે તમારો મોબાઈલ વારંવાર કેમ હેંગ થાય છે , મોબાઈલ હેંગ (mobile hang) થવાનું શું કારણ છે , તેને ઠીક કેવી રીતે કરવો.
આમ , તો મોબાઈલ હેંગ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે મોબાઈલમાં રેમ ઓછી હોવી , ઈન્ટરનલ સ્ટોરેજ ઓછી હોવી , મોબાઈલમા વાઈરસ આવી જવા વગેરે. માટે આજે તમને આ આર્ટીકલમા એવી ટ્રીક આપીશું જેનો તમે ઉપયોગ કરીને તમારા મોબાઈલ હેંગના પ્રોબ્લેમને ઠીક કરી શકશો.
મોબાઈલ હેંગના પ્રોબ્લેમને કેવી રીતે ઠીક કરવો (how to solve phone hang problem in Gujarati) શું કારણ છે મોબાઈલ હેંગ થવાનું ? તમને આ આર્ટીકલમા મોબાઈલ હેંગ પ્રોબ્લેમ વિશે જાણકારી મળશે.
આમ , તો દરેક મોબાઈલ હેંગ થાય છે પણ તમે જોયું હશે કે જ્યારે તમે નવો મોબાઈલ ખરીદો છો ત્યારે તમારો મોબાઈલ બિલકુલ હેંગ થતો જ નથી પણ જ્યારે તમે મોબાઈલમા અલગ-અલગ પ્રકારની ઍપને ઈન્ટોલ કરીને તેનો ઉપયોગ કરો છો ત્યારે તમારો મોબાઈલ ધીમે-ધીમે સ્લો થઈ જાય છે અને હેંગ થવા લાગે છે. (Mobile hang) તો શું પ્રોબ્લેમ છે જેના કારણે મોબાઈલ હેંગ થાય છે અને મોબાઈલ હેંગ કે સ્લો થાય ત્યારે શું કરવુ જોઈએ.
Related post Link
મોબાઈલ હેંગ (phone hang) કેમ થાય છે મોબાઈલ હેંગ થવાના કારણો :
- વધારે એપને એકસાથે ચાલુ રાખવાથી એટલે કે મલ્ટીરાસ્કિંગ કરવાથી પણ મોબાઈલ હેંગ (mobile hang) થાય છે.
- રેમ (ram) ઓછી હોવાના કારણે પણ મોબાઈલ સ્લો થઈ જાય છે અને એપ ધીમે-ધીમે ખુલે છે જેના કારણે પણ મોબાઈલ હેંગ થાય છે.
- જ્યારે મોબાઈલની ઈન્ટરનલ સ્ટોરેજ ફૂલ થાય છે ત્યારે પણ મોબાઈલ હેંગ થવા લાગે છે. ઘણા લોકો મોબાઈલની ઈન્ટરનલ સ્ટોરેજમા જ બધું સેવ કરીને રાખે છે જેના કારણે મોબાઈલની ઈન્ટરનલ સ્ટોરેજ ફૂલ થઈ જાય છે અને મોબાઈલ હેંગ થવા લાગે છે.
- કેશ (cache) ફાઈલને ડિલિટ ના કરવાથી પણ મોબાઈલ સ્લો અને હેંગ થઈ જાય છે.
- મોબાઈલમાં વધારે એપ ઈન્ટોલ કરવી એ પણ એક મોબાઈલ હેંગ થવાનું કારણ છે.
- ઓછી રેમમાં વધારે એમ.બી ની (Mb) એપનો ઉપયોગ કરવાથી પણ મોબાઈલ હેંગ થાય છે.
- મોબાઈલમાં વાઈરસ આવવાના કારણે પણ મોબાઈલ હેંગ થાય છે.
મોબાઈલ હેંગ (phone hang) પ્રોબ્લેમને કેવી રીતે ઠીક કરવો :
દરેક મોબાઈલ કે ટેબલેટના સેટિંગ એક સરખા નથી હોતા અલગ-અલગ હોય છે માટે નીચે આપેલા સેટિંગને તમારા મોબાઈલ કે ટેબલેટમાં શોધી લેવા.
1 બિનજરુરી ડેટાને ડિલિટ કરો :
મોબાઈલમા એવા કેટલાક બિનજરુરી ડેટા (data) હોય છે કે જેનો ઉપયોગ મોબાઈલમા ક્યારેય થતો જ નથી જેના કારણે મોબાઈલની ઈન્ટરનલ સ્ટોરેજ (internal storage ) ફૂલ થઈ જાય છે. અને મોબાઈલ હેંગ થવાનું શરુ થાય છે.
તમને કદાચ એ પણ ખબર નહિ હોય કે જ્યારે તમે કોઈ વેબસાઈટ કે કોઈ એપ ખોલો છો ત્યારે તમારા મોબાઈલમાં કેશ (cache) ફાઈલ અને કૂકીજ (cookies) ફાઈલ ઈન્ટરનલ સ્ટોરેજમાં સેવ થાય છે જેના કારણે પણ મોબાઈલ થાય છે હેંગ. કેશ (cache) ફાઈલને ડિલિટ કરવા માટે આ સ્ટેપનો ઉપયોગ કરો. Setting > Storage > cache
2 બિનજરુરી એપને સ્ટોપ કરો :
તમારા મોબાઈલમાં એવી ઘણી એપ (app) હશે કે જેને ઉપયોગ તમે ખૂબ ઓછો કર્તા હશો . તો આવી બધી એપને તમે Force stop કરી શકો છો કેમ કે આવી એપ બેકગ્રાઉંડમાં હંમેશા ચાલું રહે છે અને રેમનો ઉપયોગ કરે છે
અને રેમનો વધારે ઉપયોગ થવાથી મોબાઈલની રેમ ફૂલ થઈ જાય છે અને મોબાઈલ હેંગ (Mobile hang) થવા લાગે છે. તો આવી એપને સ્ટોપ કરવા માટે આ સ્ટેપને ફૉલૉવ કરો. Setting > Application > select app > force stop
3 ઈન્ટરનલ એપને એસ.ડી કાર્ડમાં મુવ કરો :
તમારા મોબાઈલમા જેટલી પણ એપને (App) તમે ઈન્ટોલ (install) કરો છો. તે હંમેશા ઈન્ટરનલ સ્ટોરેજમા જ સેવ થાય છે જેના કારણે તમારા મોબાઈલની ઈન્ટરનલ સ્ટોરેજ ધીમે-ધીમે ફૂલ થાય છે અને મોબાઈલ સ્લો અને હેંગ (phone hang) થવા લાગે છે. તો આવી એપને તમે Sd card માં આ રીતે મુવ કરી શકો છો. Setting > Application > select app > move
4 હેવી એપને ડિલિટ કરો :
કેટલાંક લોકો મોબાઈલમા રેમ અને ઈન્ટરનલ સ્ટોરેજ ઓછી હોય છે તો પણ વધારે એમ.બી (MB) એપ અને ગેમ ને ઈન્ટોલ કરે છે. જે મોબાઈલ હેંગ (phone hang) થવાનું મોટામા-મોટું કારણ છે માટે આવી એપ અને ગેમને ઈન્ટોલ ના કરો અથવા લાઈટ એપનો ઉપયોગ કરો.
5 ઓછી રેમમાં મલ્ટિટાસ્કિંગ વધારે ના કરો :
મોબાઈલ ખાસ કરીને મલ્ટિટાસ્કિંગ માટે બનાવવામા આવ્યો છે પણ તમારા મોબાઈલમાં રેમ અને ઈન્ટરનલ સ્ટોરેજ ઓછી છે તો મોબાઈલમા વધારે એપ અને વધારે ટેબ બ્રાઉઝરનો ઉપયોગ ઓછો કરો કારણ કે આમ કરવાથી તમારા મોબાઈલનું પ્રોસેસર સ્લો થઈ જાય છે અને રેમને પણ વધારે ઉપયોગ થાય છે જેના કારણે મોબાઈલ હેંગ (Mobile hang) થવાની શક્યતાઓ વધી જાય છે.
જો તમને આ આર્ટીકલમાં સમજવામાં કંઈક પ્રોબ્લેમ થતો હોય તો તમે અમારો Youtube વિડિયો પણ જોઈ શકો છો.
સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે મોબાઈલ કેમ હેંગ થાય છે અને મોબાઈલને હેંગ થતો કેવી રીતે અટકાવવો ? છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની છે...આભાર
જો તમને આ આર્ટીકલમાં સમજવામાં કંઈક પ્રોબ્લેમ થતો હોય તો તમે અમારો Youtube વિડિયો પણ જોઈ શકો છો.
સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે મોબાઈલ કેમ હેંગ થાય છે અને મોબાઈલને હેંગ થતો કેવી રીતે અટકાવવો ? છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની છે...આભાર