Paytm in Gujarati : આજના ડિજીટલ યુગમાં સ્માર્ટફોનનો ઉપયોગ કોણ નથી કરતું લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને સ્માર્ટફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે દરેક વ્યક્તિ દુકાનદાર પાસેથી અથવા તો કોઈ ઓનલાઈન એપથી રીચાર્જ કરાવે છે પણ શું તમને એ ખબર છે કે તમે તમારા સ્માર્ટફોનથી નેટ બેન્કીંગ અથવા એટીએમ કાર્ડ ધ્વારા રિચાર્જ કરી શકો છો એટલું જ નહિ તમે તમારા ઘરનું લાઈટબીલ , ગેસ કનેક્શન , મૂવીની ટિકિટ , કોઈપણ વસ્તુની ખરીદી , અને કોઈપણ વ્યક્તિ પાસેથી નાણાં લઈ પણ શકો છો અને આપી પણ શકો છો માત્ર એક એપ ધ્વારા જે એપનું નામ છે પેટીએમ તો આ આર્ટીકલમાં આજે તમને પેટીએમ એપ (Paytm app in Gujarati) વિશે જાણકારી આપીશું કે પેટીએમ શું છે અને પેટીએમ એપ ધ્વારા શું-શું થઈ શકે છે.
What is paytm in Gujarati | પેટીએમ શું છે ?
પેટીએમ જેનુ પૂરું નામ છે " પે થ્રુ મોબાઈલ " ( Pay Through Mobile ) પેટીએમ એક ભારતીય ઈલેક્ટ્રોનિક પેમેન્ટ કંપની છે જેને મિસ્ટર વિજય શેખર શર્મા ધ્વારા બનાવવામાં આવી હતી. પેટીએમ ને ૨૦૧૦ માં one97 communication limited કંપની ધ્વારા એક ઓનલાઈન મોબાઈલ રિચાર્જ વેબસાઈટના રુપમાં લૉન્ચ કરવામાં આવી હતી પણ આજે પેટીએમ (Paytm bank in Gujarati) એક પેમેન્ટ બેન્ક બની ગઈ છે અને જેનો ઉપયોગ આજે ઘણા લોકો કરે છે.
પેટીએમ (Paytm in Gujarati) ધ્વારા પેટીએમ વોલેટની સુવિધાઓ પણ આપવામાં આવે છે એટલે કે તમે તમારા ઘરનું લાઈટબીલ , ગેસ કનેક્શનું બીલ , મોબાઈલ રિચાર્જ , ટિકિટ બુકિંગ વગેરે આમ , ઘણા બધા કામ તમે ઘરે બેઠા-બેઠા માત્ર મિનિટોમાં જ કરી શકો છો પેટીએમ એપ ધ્વારા.
ઓનલાઈન અને ડિજીટલી પેમેન્ટ કરવાનું સૌથી સારું અને ઝડપી માધ્યમ પેટીએમ બની રહ્યું છે અને જે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે એ લોકો કદાચ પેટીએમ એપ વિશે (Paytm in Gujarati) જાણતા હશે અને તેનો ઉપયોગ પણ કર્યો હશે.
હવે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે પેટીએમ મોબાઈલ વૉલેટ શું છે તો ચાલો જાણી લઈએ પેટીએમ મોબાઈલ વૉલેટ વિશે.
What is paytm Wallet in Gujarati | પેટીએમ વૉલેટ શું છે ?
જો આપણે સરળ ભાષામાં કહીએ તો પેટીએમ વૉલેટને ઈ-વૉલેટ પણ કહેવાય છે પેટીએમ વૉલેટ એ એક પ્રકારની પેટીએમની સુવિધા છે જેવી રીતે આપણે કોઈ દુકાનદારને રિચાર્જવાળાને અથવા તો બેન્કમાં કોઈ નાણાં ચૂકવીએ છીયે એવી જ રીતે આ એપ કામ કરે છે ફર્ક માત્ર એટલો જ છે કે આપણે જાતે જઈને નાણાં ચૂકવીએ છીયે અને આ એપ બેઠા-બેઠા માત્ર મિનીટોમાં જ ડિજીટલી ઓનલાઈન નાણાં ચૂકવે છે
પેટીએમ (Paytm in Gujarati) વૉલેટમાં આપણને રોકડ નાણાં સાચવવા નથી પડતા એ ઓનલાઈન આપણા વૉલેટમા સેવ રહે છે અને સુરક્ષિત પણ રહે છે અને એ નાણાંને તમારી પરવાનગી વગર બીજું કોઈ પણ વ્યક્તિ ઉપાડી પણ ના શકે.
પેટીએમ એપ દરેક વ્યક્તિ અને દરેક મોબાઈલ માટે ઉપલબ્ધ છે જો તમે એનંડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમે પ્લે-સ્ટોરમાં જઈને પેટીએમ એપને ડાઉનલૉડ કરી શકો છો અને જો તમે એપ્પલ એટલે કે આઈફોનનો ઉપયોગ કરો છો તો એપ્સ સ્ટોર માં જઈને પેટીએમ (Paytm app in Gujarati) એપને ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ પણ તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો.
How to use Paytm app in Gujarati | પેટીએમ વૉલેટના ઉપયોગો
પેટીએમ (Paytm in Gujarati) વૉલેટનો ઉપયોગ આમ તો ઘણા પ્રકારના પેમેન્ટ કરવામાં થાય છે પણ જે સુવિધાઓનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે તેની જાણકારી અમે તમને નીચે વિગતવાર આપી રહ્યા છીયે તો ચાલો જાણી લઈએ પેટીએમ એપ ધ્વારા મળતી પૉપ્યુલર સુવિધાઓ વિશે.
પેટીએમથી નાણાં લેવા અને ચૂકવવા :
પેટીએમ એપ ધ્વારા તમે તમારા મિત્રો અને ગ્રાહકોને સરળતાથી નાણાં ચૂકવી શકો છો અને લઈ પણ શકો છો. એના સિવાય ઓનલાઈન ટેક્સી સર્વિસ એટલે કે યૂબેર મેરૂ જુગનું જેવી ઓનલાઈન કંપનીઓને માત્ર મિનિટોમાં જ પેમેન્ટ કરી શકો છો.
પેટીએમથી ઓનલાઈન રિચાર્જ અને બિલની ચૂકવણી કરવી :
પેટીએમ એપ ધ્વારા તમે તમારા પ્રિપેઈડ મોબાઈલનું ઓનલાઈન રિચાર્જ કરી શકો છો એટલે કે એરટેલ , આઈડિયા , વોડાફોન , બી.એસ.એન.એલ , જીયો વગેરે તમે તમારા મોબાઈલનું પોસપેઈડ બિલ પણ ભરી શકો છો એના સિવાય ડિ.ટી.એચ રિચાર્જ , વિજળીનું બિલ , ગેસનું બિલ , પાણીનું બિલ પેટીએમ એપ ધ્વારા ચૂકવી શકો છો કેશબેક ઓફર સાથે.
ટિકિટ બૂકિંગ :
પેટીએમ એપ ધ્વારા તમે ફ્લાઈટ ટિકિટ , બસ ટિકિટ , ટ્રેન ટિકિટનું ઓનલાઈન બૂકિંગ કરી શકો છો અને તમારી મનપસંદ મૂવીની ટિકિટ પણ ઓનલાઈન બૂક કરાવી શકો છો.
ઓનલાઈન શોપિંગ :
પેટીએમ એપ ધ્વારા તમે તમારી મનપસંદ ખરીદી પણ સરળતાથી કરી શકો છો અને ટોપ સેલિંગ પ્રોડક્ટ પણ તમે પેટીએમ એપમાંથી ખરીદી શકો છો અને પેટીએમ ધ્વારા પેટીએમનો ઉપયોગ કરતા લોકોને ભારે ડિસ્કાઉન્ટ ઓફર પણ આપવામાં આવે છે.
પેટીએમથી બેન્કમાં નાણાં મોકલવા :
પેટીએમ એપ ધ્વારા તમે તમારા મિત્રોના અને ગ્રાહકોના બેન્કનાં ખાતામાં પૈસા મોકલી શકો છો અને સરળતાથી લઈ પણ શકો છો અને જો તમે પેટીએમ પેમેન્ટ બૅન્કના ખાતામાં પૈસા રાખો છો તો પેટીએમ એપ ધ્વારા તમને વ્યાજ પણ આપવામાં આવે છે અને પેટીએમ પેમેન્ટ બૅન્કમાં તમે નાણાંને ફિક્સ ડિપોજીટ પણ કરી શકો છો.
પેટીએમ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે કોઈ ઓનલાઈન રિચાર્જ કરો છો અથવા તો કોઈ ઓનલાઈન બિલ ભરો છો અથવા તો કોઈ ઓનલાઈન ખરીદી કરો છો પેટીએમ એપ ધ્વારા તો તમને કૅશબેક ઓફર આપવામાં આવે છે અને પેટીએમ એપ ધ્વારા તમે ગિફ્ટ કાર્ડ પણ ખરીદી શકો છો.
સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે પેટીએમ એપ શું છે અને તેના ઉપયોગ કયાં-કયાં છે છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો હોય અથવા તો આ આર્ટીકલમાં તમને કોઈ ટૉપીક વિશે સમજ ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની હોય છે
તમારો કિમતી સમય આપીને અમારો આ આર્ટીકલ વાંચીને ઈન્ટરનેટ ટેક્નોલોજી વિશે કંઈક નવું જાણવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર...
વધુ માહિતી માટે લાઈક કરો અમારા ફેસબૂક પેજને નીચેની લિંક પર ક્લિક કરીને...
👍 For more info Like our Gujaratiidea 👍
વધુ માહિતી માટે લાઈક કરો અમારા ફેસબૂક પેજને નીચેની લિંક પર ક્લિક કરીને...
👍 For more info Like our Gujaratiidea 👍